IPL સિઝન 18ની ફાઇનલ મેચ 3 જૂન મંગળવારના દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. જે જીતનાર ટીમ માટે પ્રથમ IPL ટાઇટલ હશે.
IPL સિઝન 18ની ફાઇનલ મેચ 3 જૂન મંગળવારના દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. જે જીતનાર ટીમ માટે પ્રથમ IPL ટાઇટલ હશે. RCB એ ક્વૉલિફાયર-1 માં પંજાબને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે પંજાબે બીજા ક્વૉલિફાયરમાં મુંબઈને હરાવ્યું હતું. IPL ફાઈનલનો મહા મુકાબલો અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આવતીકાલે 3 જૂને અમદાવાદમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ ફાઈનલ મુકાબલામાં વરસાદનું સંકટ છે.
ફાઈનલ મેચમાં વરસાદ વિલન બની શકે
IPL ફાઈનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે અમદાવાદમાં આવતીકાલે વરસાદની આગાહી કરી છે. અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે IPL 2025ની ફાઈનલ મેચ રમાવાની છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે
IPL 2025 ની ફાઇનલ 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જો વરસાદ અથવા કોઈપણ કારણોસર મેચ રદ જાહેર કરવામાં આવે છે તો ફાઇનલ મેચ 4 જૂને યોજાશે. કારણ કે નિયમો મુજબ, 4 જૂનને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. વરસાદને કારણે જો આઈપીએલ 2025ની ફાઈનલ મેચ ન રમાય તો બીજા દિવસે એટલે કે 4 જૂનના રોજ ફાઈનલ મેચ રમાશે.
IPL ફાઇનલ કેટલા વાગ્યે શરૂ થશે ?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ IPL ફાઇનલ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, ટોસ સાંજે 7 વાગ્યે થશે.
RCB vs PBKS IPL ફાઇનલ સ્થળ
IPL ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
આરસીબી વિરુદ્ધ પીબીકેએસ ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ ક્યાં થશે ?
સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ એચડી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ રિપોર્ટ
આઈપીએલની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મંગળવારે અહીં વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં, પીચ બેટ્સમેન માટે મદદરૂપ થશે, અહીં પહેલા બેટિંગ કરનારી ટીમે લગભગ 220 રન બનાવવા પડશે, પછી તે કઠિન લડાઈ આપી શકશે. 200 રનનો લક્ષ્યાંક હાંસલ કરવો અહીં બહુ મુશ્કેલ નહીં હોય. અહીં બોલ બેટ પર સારી રીતે આવે છે, જો મેચ પહેલા વરસાદ પડે તો તે બોલરો માટે વધુ પડકારો ઉભા કરશે. ટોસ જીતનાર કેપ્ટને અહીં પહેલા બોલિંગ કરવી જોઈએ. ઝડપી બોલરોની સરખામણીમાં સ્પિનરોને અહીં ફાયદો મળી શકે છે, જો પવન ઝડપથી ફૂંકાય તો તે બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકશે.