IPL ના ઇતિહાસમાં ક્યારેય નહી થયું હોય તેવું કાલે અમદાવાદમાં થશે

By | June 2, 2025

ઓપરેશન સિંદુરની થીમ પર IPL ની તડામાર તૈયારી – સાર્થકસિંહ પરમાર

IPL ની આવતીકાલે ફાઇનલ મેચ છે. જેમાં પંજાબ અને બેંગ્લોર સામસામે ટકરાશે. આ બંન્ને ટીમો એવી છે જે હજી સુધી આઇપીએલની એક પણ સિઝનમાં ટ્રોફી જીતી શકી નથી. હાલ તો આઇપીએલની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ રમાવાની છે. આવતી કાલે ફાઈનલ મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓપરેશન સિંદૂરની થીમ પર IPL 2025ની ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવી રહી છે. ક્લોઝિંગ સેરેમનીમાં સેનાની ત્રણેય પાંખના પ્રમુખોને આમંત્રણ અપાયું છે. જો કે સેના પ્રમુખો હાજર રહેવાનાં નથી. પરંતુ ઉજવણી ઓપરેશન સિંદૂરની થીમ પર આયોજીત થશે.

ત્રિરંગા લાઇટોથી ઝળહળી ઉઠશે અમદાવાદ

તિરંગાના રંગની લાઈટથી ઝળહળી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉઠશે. ક્લોઝિંગ સેરેમનીમાં સિંગર શંકર મહાદેવનનું લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવેલું છે. અમદાવાદ આવતી ડોમેસ્ટિક ફ્લાઈટનું ભાડું 25 હજારે પહોંચ્યું છે. ફાઈનલ મેચની 80 હજાર ટિકીટ ઓનલાઈન બુક થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીસ્ટેડિયમમાં 25 હજાર સીટ રિઝર્વ રાખવામાં આવી છે.

સોમવારે દિલ્હી, બેંગ્લુરૂ, મુંબઇ અને ચંડીગઢથી અમદાવાદ આવતી ફ્લાઇટનું ભાડું સામાન્ય દિવસોમાં 2500 થી 5000 રૂપિયા હોય છે. જો કે આઇપીએલ ફાઇનલનાં દિવસે એટલે કે 3 તારીખે 25 હજાર રૂપિયાને પાર પહોંચી ચુક્યું છે. ઓનલાઇન પ્લેટપોર્મ પર 80 હજાર જેટલી ટિકિટો વહેંચાઇ ચુકી છે. અમદાવાદ સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા 1.32 લાખ છે. 25 હજાર જેટલી સીટો રિઝર્વ રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *